નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામણે 13 મે, બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં લઘુ, મધ્યમ, સૂક્ષ્મ અને સક્ષમ (MSME) માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં સરકાર MSMEને આગળ વધારવા માટે 6 સ્ટેપ્સ લેવામાં આવશે. MSME ઉદ્યોગોને કોઈપણ ગેરંટી વગર 3 લાખ કરોડની લોન મળશે. આ સાથે જ NPAવાળા MSMEને પણ લોનની સુવિધા મળશે. આ લોનનો સમયગાળો 4 વર્ષનો રહેશે.
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે, MSME સેક્ટરને બુસ્ટ આપવા માટે 20 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં 2 લાખથી વધુ ઉદ્યોગોને લાભ મળશે.