કેલિફોર્નિયાની 10 વર્ષની છોકરીએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને પણ દાદા-દાદીને હગ કરી શકાય તેવો જુગાડ શોધ્યો છે. પેઈગ નામની છોકરીએ ઇન્ટરનેટ પર પ્લાસ્ટિકનો પડદો બનાવવાના અમુક વીડિયો જોયા હતા. પેઇગે ઘરે જ પ્લાસ્ટિકની બેગ ભેગી કરીને તેનો પડદો બનાવ્યો અને તેને દાદા-દાદીના રૂમના દરવાજા પર લગાવ્યો. ત્યારબાદ તે ખુશીથી ઘણા દિવસો બાદ દાદીને ભેટી હતી.
પેઈગની માતાએ પૌત્રી અને દાદીનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. પેઈગની દાદી પણ તેની પૌત્રીની આવડત જોઇને ખુશ થઇ ગયા હતા અને કોરોના ટાઈમમાં પણ કોઈ ડર વગર તેમની પૌત્રીને ભેટ્યા. સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાન માં રાખી ને અને કોરોનાનું સંક્રમણ ન થાય તેના માટે આ દીકરીએ આવો જુગાડ કર્યો