UAE ના મુખ્ય શહેર અને બિઝનેસ કેન્દ્ર દુબઇમાં આશરે 39 દિવસના લોકડાઉન બાદ બુધવારે મોટી રાહત આપવામાં આવી છે જેમાં શહેરમાં પાર્ક, હોટલ અને બીચ ફરી ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને એન્ટરટેનમેંટ વિહોણા લોકો માટે એક મોલની અગાસી પર ડ્રાઇવ-ઇન સિનેમા બનાવી દેવામાં આવ્યું છે.
એક સમય પર આ અગાસી માં 80 કાર પાર્ક કરી ને લોકો બેસીને ફિલ્મની મજા માણી શકે છે. પ્રથમ ફિલ્મનું સ્ક્રિનિંગ બે દિવસ પછી યોજવામાં આવશે. ટિકિટ માટે ગુરુવારથી ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. એક કાર માટે આશરે 3800/- ની ટિકિટ રાખવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી વધુના વૃદ્ધોને આ સિનેમામાં પ્રવેશ મળશે નહીં તેવી શરત રાખવામાં આવી છે.