ભારતની દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરીકોમના પુત્રનો બર્થ ડે ગુરૂવારે હતો. દિલ્હી પોલીસે મેરીકોમના પુત્રના બર્થ-ડેને ખાસ રીતે યાદગાર બનાવી દીધો જે માટે મહિલા બોક્સરે પોલીસનો આભાર પણ માન્યો હતો. લોકડાઉનના કારણે બર્થ-ડેની ઉજવણી શક્ય ન હતી પરંતુ દિલ્હી પોલીસ કેક લઈને મેરીકોમના ઘરે ગઈ હતી.
કેક લઈને પહોંચ્યા પોલીસ જવાનો મેરીકોમ રાજ્યસભાની સભ્ય છે અને તેમણે પોતાના પુત્રના જન્મ દિવસને ખાસ બનાવવા માટે દિલ્હી પોલીસનો આભાર પણ માન્યો હતો. મેરીકોમે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના જવાનો તેમના પુત્ર માટે કેક લેઈને આવે છે. મેરીકોમે દિલ્હી પોલીસનો આભાર માન્યો હતો.