લોકડાઉનમાં મુંબઈથી નીકળતા સમયે એક દુર્ઘટના ઘટી અને તેની અસર અયોધ્યા નિવાસી વિનોદ કુમાર પર પડી અને આઘાતમાં ટ્રેનમાં જ તેમનું મોત થઈ ગયું. આખી રાત ટ્રેનમાં તેમનો શબ મુસાફરી કરતો રહ્યો. ટ્રેન લખનઉ પહોંચી તો જીઆરપીએ શબને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. આ પહેલા બે અલગ-અલગ દુર્ઘટનામાં શ્રમિકોના મોતની ખબર આવી હતી. મૂળ અયોધ્યાના મેનપુરના નિવાસી વિનોદ કુમાર ઉપાધ્યાય પરિવાર સાથે મુંબઈ આવીને રહેતા હતા. અહીં તેઓ પોતાના સાળા સાથે ગેટ વે ઓફ ઈન્ડિય પર ફોટોગ્રાફી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉનમાં કામ બંધ થઈ ગયું અને ખાવા-પીવાના પણ ફાં-ફાં પડવા લાગ્યા. જે થોડા રૂપિયા પાસે હતા તે પણ ખતમ થઈ ગયા.
પરિવાર અને સાળા સાથે વિનોદ કુમારે વતન પાછા જવા રજીસ્ટ્રેશન કરાવ્યું. મુંબઈથી ટ્રેન સોમવારે બપોરે દોઢ વાગ્યે રવાના થવાની હતી. મુંબઈમાં બસથી રેલવે સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા. વિનોદ કુમાર તો પરિવાસ સાથે બસમાં બેસી ગયા. પરંતુ જ્યારે તેમનો સાળો બસમાં ચઢવા ગયો પરંતુ પગ લપતી જતા નીચે પડવાથી તેનું મોત થઈ ગયું. વિનોદ કુમાર બસમાંથી નીચે ઉતરવા ઈચ્છતા હતા પરંતુ પોલીસે તેમને ઉતરવા ન દીધા. મૃત સાળાને ત્યાં જ છોડીને તેમને જવું પડ્યું. સોમવારે રાત્રે આ આઘાતમાં ટ્રેનમાં જ તેમનું મોત થઈ ગયું. વિનોદ કુમારના મોત બાદ લખનઉમાં જ તહેનાત હોમગાર્ડની નોકરી કરનારા વિનોદના ભાઈ વીરેન્દ્રને જાણ કરવામાં આવી. આ બાદ ભાઈને મૃતદેહ તેને સોંપી દેવામાં આવ્યો.