કોરોના કહેર વચ્ચે દરીયાઈ સુરક્ષા ને લઈ ને અર્લટ આપવામા આવ્યુ છે દેશ વિરોધ તત્વો ગુજરાત ના દરીયા કિનારે ઘુસણખોરી કરે અથવા તો હુમલો પણ કરી શકે તેવી આશંકા કોસ્ટગાર્ડ દવારા વ્યકત કરવામા આવી છે. જેને પગલે પોરબંદર ફીશરીઝ વિભાગ દ્વારા માછીમારોને સર્તક રહેવા સુચના આપવામા આવી છે પરંતુ માછીમાર બોટ એસોસિએશન ના પ્રમુખ દ્વારા આવી કોઈ સુચના આપવામાં આવી ના હોવાનું જણાવ્યું હતું તેમજ આ સુચના સોશિયલ મીડિયા મારફતે જાણ થઇ હોવાનું જણાવ્યું હતું.
પોરબંદરના 120km દરિયા કાઠામાં ભૂતકાળમાં અનેક આતંકી પ્રવુતિઓ થઇ છે ત્યારે આજે દરીયાઈ સુરક્ષા ને લઈ ને અર્લટ આપવામા આવ્યુ છે દેશ વિરોધ તત્વો ગુજરાત ના દરીયા કિનારે ઘુસણખોરી કરે અથવા તો હુમલો પણ કરી શકે તેવી આશંકા કોસ્ટગાર્ડ દ્વારા વ્યકત કરવામા આવી છે. જેને પગલે પોરબંદર ફીશરીઝ વિભાગ દવારા માછીમારો ને સર્તક રહેવા સુચના આપવામા આવી છે. જીલ્લાના લેડીગ પોઈન્ટ ઉપરાંત દરીયામાં કોઈ શંકાસ્પદ હીલચાલ દેખાઈ તો સુરક્ષા એજન્સીઓ ને ટોલ ફ્રી નંબર ઉપર જાણવા કરવા અપીલ કરવામા આવી છે. તેમજ ભારતીય જળ સીમા અને નો ફીશીગ ઝોનમા માછીમારી નહી કરવા પણ માછીમારો ને જણાવામા આવ્યુ છે.
ફીશીરીઝ વિભાગ દવારા પત્ર જાહેર કરવામા આવ્યો છે પરંતુ માછીમાર બોટ એશો અને ખારવા સમાજ ને કોઈ જાણ કરવામા આવી નથી ફીશરીઝ વિભાગ ની બેદરકારી ને લઈ માછીમારો માં રોષ જોવા મળી રહયો છે દેશ ની સુરક્ષા નો મુદો હોય તેમ છતા ફીશરીઝ વિભાગ દવારા માછીમારો ને જાણ કરવામા આવી નથી માછીમાર બોટ એશો ના આક્ષોપ અંગ પોરબંદર ફીશરીઝ અધિકારી વી કે ગોહેલે કેમેરા સામે કાઈ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો અને બાઈટ અંગે ઉપરી અધિકારી ની મંજુરી લેવી પડે તેમ કહી આવી કપરી પરીસ્થીત માં મીડીયા સમક્ષા કહેવાનો ઈન્કાર કરી દીધો હતો પોરબંદરના ફીશરીઝ અધિકારી અગાઉ પણ વિવાદ મા રહયા છે. મત્સ્યોઉધોગ મંત્રી જવાહર ચાવડા ની મુલાકાત દરમ્યા માછીમાર બોટ એશો અને ખરવા સમાજના આગેવાનો ને જાણ કરી ન હતી અને પોતાના લાગતા વળગતા માછીમારો ને બોલવ્યા હતા આ મુદે છે મુખ્ય મંત્રી સુધી માછીમાર આગેવાનો એ ફરીયાદ કરી હતી.