કોરોના જેવી મહામારીના આવા કપરા સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધા તરિકે પોલીસમિત્રો, ડોક્ટરમિત્રો, પત્રકારમિત્રો અને સફાયસર્મીઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાષ્ટ્રની સેવામા અમુલ્ય યોગદાન આપી રહ્યા છે, પત્રકારત્વને ભારત દેશની લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જગીર) તરિકે ઓળખવામા આવે છે પત્રકાર મિત્રો કોરોના જેવી મહામારીના આવા કપરા સમયમા પણ પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડવા માટેપ્રજાની વચ્ચે જઇને પોતાની ફરજ બજાવતા હોય છે.
એવામા ગુજરાત રાજ્યના CM બદલાય તેવી શક્યતાના સમાચાર આપનાર ફેશ ઓફ નેશન ન્યુઝના એડિટર પર રાજદ્રોહનો ગુનો દાખલ થયેલ છે તેમા કોરોના મહામારીમા કોરોનાને લાગતી અફવા ફેલાવામા આવી નથી જેથી રાજ્ય કે દેશને નુકશાન થયેલ નથી આથી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવી જો પત્રકાર નિર્દોષ હોય તો તેને ન્યાય મળે અને તેઓ પર થયેલ ફરિયાદ માંડવાળ કરવામા આવે તે બાબતે રાષ્ટ્રીય નિર્માણ સેના ના ગુજરાત પ્રમુખ અનિલ દાફડા દ્વારા અમદાવાદ કલેકટર સાહેબશ્રીને આવેદન પત્ર મોકલવામાં આવ્યુ.