અન્ય રાજ્યના પરપ્રાંતીય શ્રમિકોને સુરત થી તેમના ગૃહરાજ્યમાં મોકલવા માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેન ની સંખ્યામાં આજે વધારો કરવામાં આવ્યો છે. આજ રોજ સુરત રેલવે સ્ટેશન પરથી 20 ટ્રેનો રવાના કરવામાં આવશે.જે પૈકી કેટલીક ટ્રેનો હાલ અન્ય રાજ્યો જવા રવાના પણ થઈ ચૂકી છે…સુરત થી યુપી માટે 14 ટ્રેન સહિત ઓરિસ્સાના માટે બે ટ્રેન તથા ઝારખંડ માટે બે અને બિહાર માટે બે ટ્રેનની મંજૂરી મળી છે. આમ સુરતથી આજે ચાર રાજ્યોમાં કુલ 20 ટ્રેનો રવાના થશે..જેમાં 32000 શ્રમિકો રવાના થશે. સુરત જિલ્લા કલેકટરે વધુ 250 ટ્રેનો ની માંગ કરી છે.તંત્ર પાસે વતન જવા ઇચ્છતા શ્રમિકો ની લિસ્ટ પણ તૈયાર છે.અત્યાર સુધી બસથી 50 હજાર શ્રમિકો ને તેમના રાજ્ય મોકલવામાં આવ્યા છે.