નવા બોક્સ ઓફિસ આંકડા મુજબ, ભારતમા દંગલની કમાણી (તમામ વર્ઝન) મળીને ૭૧૮ કરોડ હતી. જ્યારે બાહુબલીના તમામ વર્ઝનની કમાણી ૧૨૫૩ કરોડની છે. જ્યારે દંગલનું ઓવરસીઝ કલેક્શન ૧૦૨૫ કરોડ છે તો બાહુબલી-૨નું ૨૭૭ કરોડ. જ્યારે બાહુબલી-૨ની વર્લ્ડવાઈડ કમાણી ૧૫૩૦ કરોડ પહોંચી છે. જોકે, આ મામલે દંગલે બાહુબલી-૨ને પછડાટ આપી છે. ચીનમાં રીલીઝ થયા બાદ દંગલની વર્લ્ડવાઈડ કમાણીનો આંકડો વધ્યો અને તે ૧૭૪૩ કરોડ પર પહોંચી ગયો. કુસ્તી પર આધારીત આમિર ખાનની દંગલ ફિલ્મને વિવેચકોએ પણ ખૂબ જ વખાણી હતી. તેમજ આ ફિલ્મે ચીનમાં જ ૮૧૦ કરોડ રૃપિયાની કમાણી કરી છે. ફિલ્મની થીમ ચીનના દર્શકોને ખૂબ જ પસંદ પડી હોવાનુ માનવામાં આવે છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી લોકો દંગલ અને બાહુબલી-૨ની સરખામણી કરતા હતા. આ મુદ્દે આમિરે હાલમાં જ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, દંગલની સરખામણી બાહુબલી-૨ સાથે ન થવી જોઈએ. તે તેના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ફિલ્મ છે અને દંગલ તેના ક્ષેત્રમાં.