નવી દિલ્હી : હ્યુન્ડાઇ ઇન્ડિયા તેની હ્યુન્ડાઇ પેલિસેડ Hyundai palisade) SUV ભારતીય બજારમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. હાલમાં આ કાર આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે. ડ્રાઇવ સ્પાર્કના અહેવાલ મુજબ, હ્યુન્ડાઇના સેલ્સ ડિરેક્ટર, તરુણ ગર્ગે પુષ્ટિ કરી છે કે કંપની આ ફ્લેગશિપ એસયુવી લાવવાની વિચારણા કરી રહી છે, કારણ કે આ કાર ભારતમાં એસયુવી ચાહકોમાં ખૂબ ચર્ચાનો વિષય બની છે. જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે કંપની તેને આયાત દ્વારા લાવી શકે છે.
હ્યુન્ડાઇ પાલિસેડ એન્જિન વિશે વાત કરવામાં આવે તો તેને 3.8 લિટર વી 6 પેટ્રોલ અને 2.2 લિટર ડીઝલ એન્જિનના વિકલ્પ સાથે લાવવામાં આવી શકે છે. તેનું પેટ્રોલ એંજિન 290 બીએચપી પાવર અને 355 ન્યુટન મીટર ટોર્કનું ઉત્પાદન કરે છે. આ એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ગિઅરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ
હ્યુન્ડાઇ પાલિસેડ એસયુવીમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લુલીંક ટેક્નોલોજી, ડિજિટલ એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પાવર એડજસ્ટેબલ બેઠકો વગેરે છે. તે કંપનીની ખૂબ જ લક્ઝરી અને પ્રીમિયમ એસયુવી છે.