હાલ પોતાના વતન જવા માટે હજારો ની સંખ્યમાં શ્રમિકો પગપાળા જઈ રહ્યા છે. જેથી અનેક દુર્ઘટનાઓ બની રહી છે.જેથી યુપી.સરકારે એક જાહેરાત કરી જણાવ્યું છે કે જે શ્રમિકો જ્યાં છે તેઓ પગપાળા કરી યુપી ન આવે. યુપી સરકાર તમામ યુપીના શ્રમિકો માટે નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરી રહી છે.જાહેરાત માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે યુપીના શ્રમિકો માટે સરકાર નિઃશુલ્ક ટ્રેન વ્યવસ્થા કરવામાં આવશે. યુ.પી.સરકાર ની જાહેરાત બાદ સુરત કોંગ્રેસના ઉત્તર ભારતીય નેતા અનુપ રાજપુતે સુરત ભાજપના ઉત્તરભારતીય નેતાઓ અને યુપી સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. રાજપુતે જણાવ્યું છે કે જો જાહેરાતમાં નિઃશુલ્ક ટ્રેન વ્યવસ્થા ની વાત છે તો શા માટે શ્રમિકો પાસે ટિકિટના રૂપિયા લેવામાં આવે છે ? અનુપ રાજપુતે જણાવ્યું હતું કે સ્પષ્ટ રીતે જાહેરાત માં લખ્યું છે કે ઉત્તર પ્રદેશ ના શ્રમિકોને નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. જાહેરાત બાદ યુ.પી.સરકાર અને શહેર ભાજપ પર સવાલો ઉભા કર્યા છે …તેઓએ જણાવ્યું હતું કે યુ.પી.સરકાર નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરી રહી છે ત્યારે શા માટે શ્રમિકો પાસે ટિકિટના રૂપિયા લેવામાં આવે છે ?જાહેરાત માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે નિઃશુલ્ક ટ્રેન વ્યવસ્થા કરવામાં આવશે. શ્રમિકો જે તે રાજ્ય અને જિલ્લાના નોડલ ઓફિસર સાથે સંપર્ક કરે તેવો ઉલ્લેખ છે. શ્રમિકો પાસેથી ભાજપ ના ઉત્તર ભારતીય નેતાઓ દ્વારા ટિકિટ ના રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને ટિકિટ નું કાળા બજારી કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ અનુપ રાજપુતે કર્યો છે.