નવી દિલ્હી : લોકડાઉનનાં બે તબક્કાઓ પહેલાથી જ પૂર્ણ થઈ ચૂક્યાં છે અને આજે 17 મે ત્રીજા તબક્કાનો છેલ્લા દિવસ (લોકડાઉન 3.0.) પણ છે. લોકડાઉનનો ચોથો તબક્કો (Lockdown 4.0) આવતીકાલે એટલે કે 18 મે, સોમવારથી શરૂ થશે. સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
Lockdown 4.0માં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. 14 દિવસના આ લોકડાઉન 4.0 માં કઇ છૂટછાટો મળશે અને ક્યા પ્રતિબંધો રહેશે તે અંગે સરકાર દ્વારા ટૂંક સમયમાં ગાઇડલાઇન્સ રજૂ કરવામાં આવશે.