વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે રસ્તાઓ અને શેરીઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી કોરોના વાયરસ દૂર થશે નહીં. આ પ્રકારના છંટકાવ માનવ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ડબ્લ્યુએચઓ જણાવે છે કે કોઈ કેમિકલ છાંટવાથી સપાટી પર હાજર વાયરસ દૂર થતો નથી. આવા છાંટણા ગંદકી અને કાટમાળમાં ભળીને બિનઅસરકારક બને છે. આટલું જ નહીં, તે સર્વત્ર ન પહોંચવાના કારણે સંક્ર્મણ વધવાની સંભાવના છે.
WHO સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં લોકો પર કોઈ પણ પ્રકારના જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ નહીં. ક્લોરિન અને અન્ય ઝેરી રસાયણોનો છંટકાવ કરવાથી આંખોમાં બળતરા, ત્વચા ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. WHOએ એમ પણ જણાવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં લોકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઇએ નહીં.
WHOએ જણાવ્યું છે કે ક્લોરિન અથવા અન્ય ઝેરી રસાયણોનો લોકોને છંટકાવ કરવાથી બ્રોન્કોસ્પેઝમ અને ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ જેવી નુકસાનકારક અસરો થઈ શકે છે. જો જીવાણુનાશક દવાઓનો ઉપયોગ કરવો હોય, તો તે કપડાથી સાફ કરી શકાય છે.આનાથી હવામાં હાનિકારક તત્વો ફેલાવશે નહીં અને નુકસાન પહોંચાડશે નહીં. અગાઉ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ આલ્કોહોલ ધરાવતા જીવાણુનાશક (હેન્ડ સેનિટાઇઝર) નો ઉપયોગ કરવાની ભલામણ કરતાં કહ્યું હતું કે તે કોરોના સામે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે કોરોના વાયરસના કેસોની સંખ્યા વિશ્વભરમાં 46 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, સક્ર્મણથી મૃત્યુઆંક પણ ત્રણ લાખને વટાવી ગયો છે. અમેરિકામાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.અમેરિકામાં, છેલ્લા 24 કલાકમાં 1237 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, રશિયામાં પણ કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. રશિયામાં હજી સુધી કોરોનાના કુલ 2,72,043 કેસ નોંધાયા છે. અહીં કુલ 2,537 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 63,166 લોકો સ્વસ્થ થયા છે.