અમદાવાદમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કોરોનામાં સપડાયા હતા ગઈકાલે રવિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા રવિવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું છે.