સરકાર એ જાણી-જોઈને સિવિલ અને બીજા હોસ્પિટલનું નામ બગડે એવું થવા દીધું અને તરત જ ઘર બેઠા ટ્રીટમેન્ટ લઈ શકો તેમ જાહેર કરી દીધું. એક મહિના પહેલા જે કોરોના ના ડર થી આખા દેશને ઘરે બેસાડી દીધો તેની જ સાથે હવે જીવતા શીખવું પડશે એવું જ આત્મજ્ઞાન ક્યાંથી લાવ્યા? અમદાવાદ ના પૂર્વ કમિશ્નર ની વધુ ટેસ્ટ, ટ્રેસિંગ અને આયસોલેશન ની સ્ટ્રેટેજી ને ખાડે ધકેલવાની શુ જરૂર હતી? આવા ઘણા સવાલ છે. એક વાત સૌ એ જાણવા જેવી છે. વિજય નેહરા ની ઇમેજ સરકારી તંત્રમાં સાફ સુથરી હતી. નેહરા ની બદલીનું મૂળ કારણ બીજું કોઈ નહીં પણ અમદાવાદ ના નબળા મેયર બીજલ બેન હોવાનું મનાય છે.
છેલ્લા 1 વર્ષ થી કોર્પોરેશન ના ભાજપ ના હોદ્દેદારો અને સરકારી ઓફિસરો વચ્ચે ખુબજ મોટાપાયે ખેંચતાણ ચાલતી હતી અને તે કારણ વિજય નેહરા નું અમદાવાદ માટે નું ફોકસ કરેલું કામ હતું જેમ કે સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ, પીરાણા સોલિડ વેસ્ટ સેગ્રીગશન, સી જી રોડ ને મોડલ બનાવવો, સાબરમતી ની સફાઈ, ગણપતિ કે બીજા કોઈ પણ તહેવાર માં મૂર્તિઓ ને સાબરમતી માં પધરાતી રોકવી, પીરાણા ના કચરા ના ઢગલા ની સફાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન ના સરકારી દવાખાના ની ગુણવત્તા માં સુધાર, મ્યુનિસિપલ શાળાઓ નું નવીલીકરણ, અમદાવાદ કોર્પોરેશન ના વિભાગો નું ડીજીટલકરણ, વગેરે, આ બધા કામો મહદ અંશે પ્રજાનો ફાયદો વધારે અને ભાજપ ના હોદ્દેદારો ને નફો ઓછો કરાવી રહ્યા હતા.
આથી રાજ્ય સરકાર નો એક મોટો પ્રોજેક્ટ જેની અમદાવાદ ને બિલકુલ જરૂરિયાત ન હતી પણ નેતાઓ ના ખિસ્સા ભરાય શકે એમ હતા એટલે શાસક પક્ષે એ એડી ચોંટી નું જોર લગાવી ને એ પ્રોજેક્ટ પાસ કરવા પ્રયત્ન કર્યા પણ નેહરા તેમાં વિરોધ માં હતા એટલે એનું કાઈ થયું નહીં. આવા ઘણા કિસ્સાઓ એ ભાજપમાં નેહરા પ્રત્યે ગુસ્સો વધાર્યો. મેયર અને બીજા નેતાઓ એ ઘણી વાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને નેહરા ની ફરિયાદ પણ કરી. કોરોના ની જે મુખ્ય લડાઈ કોર્પોરેશન લડી રહ્યું હતું, લોકડાઉન માં લોકો ધંધો રોજગાર છોડી ઘેર રહ્યા, કોરોના વોરીયર્સ પોતાના જીવ ના જોખમે લડી રહ્યા હતા ત્યારે નેહરા અને કોર્પોરેશન ને મદદ માં આવવાના બદલે શાશક પક્ષ ના નમાલા નેતાઓ એ રાજકીય દ્વેષ રાખી ને નિમ્નકક્ષા ની રાજનીતિ ચાલુ રાખી.
અમદાવાદ માં વધતા કેસ ના લીધે કેન્દ્ર થી રૂપાણી સરકાર પર આવેલા પ્રેશર માં સરકારી નાકામીઓ નું ઠીકરું નેહરા પર ફોડવા માં આવ્યું અને એમના સ્થાને તાત્કાલિક અસર થી મુકેશ કુમાર ને મુકવા મા આવ્યા. મુકેશ કુમાર ને પદ સોંપાતા બીજલબેન એકદમ થી હરકત મા આવ્યા અને આવનારી ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ કરી દીધી. કોરોના ના આ કપરા કાળ માં પણ આ જાડી ચામડી ના નેતા ઓ એ રાજનીતિ ના મૂકી અને એક મેહનતું ઓફિસર ને શિકાર બનાવી દીધો. નેહરા ને હટાવી ને મુકેશ કુમાર ને મુકવા પછી જે રીતે ટેસ્ટિંગ ઘટાડવા માં આવ્યું, ટ્રેસિંગ બંધ કરવા મા આવ્યું, અને કોરોના પોઝિટિવ લોકો ને પણ ડિસ્ચાર્જ કરવા માં આવ્યા એ જોતાં લાગે છે કે આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવણ કરેલ છે. રોજે રોજ આવતા કેસો માં એક વસ્તુ તો ક્લીયર છે કે પહેલા કોર્પોરેશન ટેસ્ટિંગ કરવા જતું હતું અને હવે કોર્પોરેશન પાસે લોકો ટેસ્ટ કરાવવા આવે છે. પહેલા 80% કેસો લક્ષણ વગર ના હતા જ્યારે હવે લક્ષણ વગર ટેસ્ટ નથી થઈ રહ્યા.