વરણા :
મધ્ય ગુજરાતમાં પાટીદાર આંદોલનને વેગવંતુ બનાવવા માટેના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાસના કન્વીનરોએ વર્તમાન ભાજપ સરકારની પાટીદારો પ્રત્યેના ઉદાસીનતાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. હાર્દિકે ઉપસ્થિત મેદનીને અનામત માટેની પાટીદાર સમાજની અત્યાર સુધીની લડતને યાદ કરી રાજયની ભાજપ સરકારને અન્યાયી અને અત્યાચારી ગણાવી હતી. હાર્દિકે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત ન આપવા પાટીદારોને આહવાન કર્યું હતું. આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ઘ વોટ કરી અન્યાયનો બદલો લેશે તેમ હાર્દિકે ઉમેર્યું હતું. વરણામા ગામ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્રારા પાટીદાર વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.