મુંબઈ : બિગ બોસના પૂર્વ સ્પર્ધક રાહુલ મહાજનનો કૂક કોરોના પોઝિટિવ છે. આને કારણે રાહુલ તેની પત્ની નતાલ્યા ઇલિયાના સાથે મુંબઇમાં તેમના મકાનમાં કવોરેન્ટીન કરવામાં આવ્યો છે. રાહુલે કહ્યું, ‘હા, મારા રસોઈયા (કૂક)ને કોરોના પોઝિટિવ આવ્યો છે, મેં તેમાં કોરોનાનાં કેટલાક ચિહ્નો જોયા, તેથી મેં તરત જ તેને કોરોના પરીક્ષણ કરાવ્યું અને તે કોરોના પોઝિટિવ હોવાનું જણાયું.
રાહુલ હિંમતભેર કોરોના સામે લડી રહ્યો છે
તેમણે વધુમાં કહ્યું કે, ‘પહેલા તો અમે ડરી ગયા હતા અને ઘણાં તણાવમાં આવી ગયા હતા, પરંતુ થોડા સમય પછી આ ડર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો હતો. અમને લાગ્યું કે, હવે જે થવાનું છે તે થશે. અમારું પરીક્ષણ બીજા દિવસે થયું પરંતુ કોરોનાનો અમારો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીએમસીએ અમારા હાથ પર એક સ્ટેમ્પ લગાવ્યો છે અને 14 દિવસ માટે હોમ કવોરેન્ટીન કર્યા છે. આ સાથે, અમે ઘરની બહાર એક બોર્ડ લગાવી દીધું છે જેથી કોઈ અમને મળવા ન આવે.