નવી દિલ્હી : બીએમડબ્લ્યુ (BMW) મોટરરાડ આ અઠવાડિયે ભારતીય બજારમાં તેની પાવરફુલ નેકેડ બાઇક F900R લોન્ચ કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર, BMW F900R અને F900XRને ભારતમાં 21 મે, 2020 ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને કંપનીની પહેલી BS6 બાઇક ભારત લાવવામાં આવશે.
લીક થઇ કિંમતની માહિતી
BMW F900R ભારતીય બજારમાં 11 લાખ રૂપિયામાં લાવવામાં આવી શકે છે અને તેનું થોડું સ્પોર્ટી વર્ઝન F900XR રૂપિયા 12 લાખની એક્સ શોરૂમ કિંમતે લાવી શકાય છે.
એન્જિન
BMW ના F900R અને F900XR માં 895 સીસી એન્જિન છે. અગાઉ આ બાઇકોમાં 853 સીસી એન્જિન મળતું હતું જેને વધુ સારું અને પાવરફુલ બનાવવામાં આવ્યું છે. નવું 895 સીસી એન્જિન 105 બીએચપી પાવર અને 92 ન્યુટન મીટર ટોર્ક જનરેટ કરે છે.
સરસ ડિઝાઇન
BMW F900R ની નવી ડિઝાઇન સહેજ પહોળી થઈ છે. તેમાં ટાંકી પર તીક્ષ્ણ કટ અને અંડાકાર આકારની એલઇડી હેડલાઇટ છે, જે તેના દેખાવને વધુ વધારે છે. તેની બેસવાની સ્થિતિ સીધી રાખવામાં આવી છે, જેના કારણે તે શહેરની સાથે પ્રવાસ માટે એક મહાન બાઇક કહી શકાય.