નવી દિલ્હી: ઇ-કોમર્સ ઓનલાઇન કંપની ફ્લિપકાર્ટે વધુ એક સમર ઓફર લઈને આવ્યું છે. દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીએ બે અઠવાડીયા પહેલા જ 10 સેલ અંતર્ગત ચાર દિવસ સુધી ભારે માત્રામાં ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
સોમવારથી શરૂ થયેલા સમર સેલ ફેસ્ટિવલ 31 મે સુધી ચાલશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો એસેસરીઝ પર 80 ટકા ડિસ્કાઉન્ટની ઓફર છે. આ સામાનની ખરીદી પર એક્સચેન્જ ઓફરની સાથે સાથે વ્યાજ વગરની EMI સુવિધા પણ ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ સમર શોપિંગ સેલમાં ઘરગથ્થું સામાન અને સ્માર્ટફોન પર પણ ઓફર આપી રહ્યું છે.
ફ્લિપ કાર્ટ એ.સી પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે તો સ્માર્ટફોન પર 10,000 રૂપિયાની છૂટ આપે છે. સાથે સાથે જોર્ડનો વોચ અને મહિલાઓ માટેની પ્રીમિયમ બેગ પર ઓછામાં ઓછી 75 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
ફ્લિપકાર્ટની વેબસાઇટ મુજબ, ફોન દ્વારા ટ્રાન્જેકશન કરનારા ગ્રાહકોને 25 ટકા કેશબેક કરવામાં આવશે.