આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે લોકડાઉનની સારી નરસી બન્ને પ્રકારની અસર આપણા જીવન પર થઈ છે. લોકડાઉનમાં સૌથી વધારે નુકસાન જો કંઈ થયું હોય તો તે આર્થિક નુકસાન થયું છે અને ગરીબોને તેનો મોટો ફટકો પડ્યો છે, પણ બીજી બાજુ તેના ઘણા બધા ફાયદા પણ થયા છે. પૃથ્વી પરનું જે ઓઝોન લેયર હતું જેમાં ગાબડું પડ્યું છે તે સંધાઈ ગયું છે. આ દરમિયાન તમે કદાચ વાંચ્યું પણ હશે કે માનવજાતી સહન કરી રહી છે પણ બીજી બાજુ ધરતી માતાના ઘા રુઝાઈ રહ્યા છે જે ઘણા અંશે સાચું છે. આવી જ એક હકારાત્મક અસર અને કહો કે ચમત્કારીક અસર એક દંપત્તિના જીવનમાં પણ થઈ છે.
વાસ્તવમાં આ દંપત્તિ છેલ્લાં સાત વર્ષથી સંતાન માટે પ્રયાસ કરી રહ્યું હતું. કુદરતી રીતે કોઈ જ લાભ ન થતાં તેમણે ટ્રીટમેન્ટ પણ શરૂ કરાવવી પડી હતી. પણ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતાં તેમની આ ટ્રીટમેન્ટ અધુરી રહી ગઈ. પણ આ દરમિયાન એક ચમત્કાર થયો અને જે સ્ત્રી છેલ્લાં 7 વર્ષથી ગર્ભવતિ થવા પ્રયાસ કરી રહી હતી તેને કુદરતી રીતે જ ગર્ભ રહી ગયો. અને આ જાણી તેણીના ડોક્ટરને પણ ભારે આશ્ચર્ય થયું. આ દંપત્તિ લો સ્પર્મ કાઉન્ટની તકલીફ ભોગવી રહ્યું હતું. લોકડાઉનના થોડાં જ અઠવાડિયામાં પત્નીએ કુદરતી રીતે જ ગર્ભધારણ કરી લીધો. કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર અને આવું એક જ દંપત્તિ સાથે નહીં પણ ઘણા બધા દંપત્તિઓ સાથે થયું.
લોકડાઉન દરમિયાન ગર્ભ ધારણ કરવામાં સફળ બન્યા છે તે પણ અધુરી ટ્રીટમેન્ટે 7-7 વર્ષથી ઘરે પારણું બંધાવાની રાહ જોઈ રહેલા પૂણેના વારજે વિસ્તારના રહીશ એવા આ દંપત્તિને આ લોકડાઉન ખૂબ ફળ્યું છે તેવું કહી શકાય. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઇન્ટ્રાસાઇટોપ્લાઝ્મિક સ્પર્મ ઇન્જેક્શનની એડવાન્સ રિપ્રોડક્ટિવ ટેક્નિકની મદદથી બાળક મેળવવાનું આયોજન કરી રહ્યા હતા. પણ લોકડાઉનના કારણે તેમની ટ્રીટમેન્ટ અધુરી જ રહી ગઈ પણ 7 વર્ષમાં ન થયું તે લોકડાઉન દરમિયાન થયું કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર જ સંપુર્ણ કુદરતી રીતે પત્નીએ ગર્ભ ધારણ કર્યો. જે જાણીને ડોક્ટર્સ સ્તબ્ધ થઈ ગયા છે અને આગળ સંશોધન માટે તેના અભ્યાસમાં લાગી ગયા છે.
હવે તેઓ આ પ્રકારના કેસીસના અભ્યાસમાં રત થઈ ગયા છે. એવા કપલ્સ કે જેઓ ઇન્ફર્ટીલીટીની સમસ્યા ભોગવી રહ્યા હતા તેમણે લોકડાઉનમાં ગર્ભ ધારણ કરી લીધું છે. આ પાછળના પરિબળ વિષે ડોક્ટર એવું માની રહ્યા છે કે બની શકે કામના ભારણથી મુક્તિ મળવાથી, માનસિક તાણમાં ઘટાડો થવાથી, વર્ક ફ્રોમ હોમના કારણે આ અસર તેમના પર થઈ હોય. બીજી બાજુ કપલને એકબીજા સાથે વધારે સમય પણ પસાર કરવા મળ્યો માટે પણ આવું થયું હોય. ડોક્ટર પોતાના બીજા પેશન્ટ વિષે વાત કરતાં જણાવે છે કે તેમની પત્નીએ પણ આ દરમિયાન કુદરતી રીતે ગર્ભ ધારણ કર્યો છે. અહીં પણ લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા હતી.
તેમણે આ બાબતને વિગતે સમજાવતાં જણાવ્યું કે એક મીલીલીટર સ્પર્મ કાઉન્ટની નોર્મલ રેન્જ 15 મિલિયન સ્પર્મથી શરૂ થાય છે. પણ તેમના પેશન્ટના સ્પર્મ કાઉન્ટ અત્યંત ઓછા હતા એટલે કે સાવ જ 2 મિલિયન હતા. અને આટલી ઓછા કાઉન્ટમાં કુદરતી રીતે ગર્ભ ધારણ શક્ય નથી પણ લોકડાઉન દરમિયાન તેમના પેશન્ટની આ સમસ્યા દૂર થઈ ગઈ અને તેમના પત્નીએ કુદરતી રીતે જ ગર્ભ ધારણ કરી લીધું. ખરેખર કોઈ પણ સ્થિતિના બે પાસા હોય છે, કોઈને તેનો લાભ થાય છે તો કોઈને તેનું નુકસાન થાય છે. પતિ-પત્ની માટે માતા-પિતા બનવું જીવનનું એક અત્યંત મોટું અને મહત્ત્વનું સ્વપ્ન હોય છે અને જ્યારે કોઈ જ આશા ન રહી હોય અને આવું કંઈ થાય ત્યારે તેને ચમત્કાર જ કહી શકાય.