મહિલાઓ બ્રા પોતાને અનુકૂળ અનુભવ કરાવવા પહેરે છે. બ્રા કોઇપણ મહિલાની ડ્રેસ માટે બેસનું કામ કરે છે. જો તમે બ્રાને યોગ્ય રીતે પહેરો છો તો તમારો ડ્રેસ યોગ્ય રીતે ફિટ થઇ જશે. જ્યારે બ્રા ખરાબ તો તમારી ડ્રેસિંગ સ્ટાઇલ પણ ખરાબ થઇ જાય છે. બ્રા પહેરવાથી મહિલાઓ કોન્ફિડન્સ ફીલ કરે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની બ્રા મળે છે. જેમ કે નોર્મલ બ્રા અને પેડેડ બ્રા. પેડેડ બ્રા પહેરવાથી કેટલા ફાયદા થાય છે. પેડેડ બ્રા દરેક મહિલા પહેરી શકે છે. મહિલાઓ વચ્ચે માન્યતા છે કે પૈડેડ બ્રા માત્ર ઓછી બ્રેસ્ટની મહિલાઓ પહેરી શકે છે. મહિલાઓનું માનવું છે કે સ્તનને મોટા બતાવવા માટે પેડેડ બ્રા પહેરવામાં આવે છે પરંતુ જણાવી દઇએ કે પેડેડ બ્રા દરેક ઉંમરની મહિલાઓ પહેરી શકે છે. માર્કેટમાં પાતળા પેડની બ્રા મળે છે જેને મોટા બ્રેસ્ટ વાળી મહિલાઓ પહેરી શકે છે. પેડેડ બ્રા પહેરવાથી મહિલાઓને સારો શેપ મળે છે. સારા શેપ માટે પેડેડ બ્રા સૌથી સારો વિકલ્પ છે.
નિપ્પલ શેપથી છૂટકારો
નોર્મલ બ્રા પહેરવાથી અનેક વખત ટીશર્ટ અને ટોપમાં નિપ્પલ શેપ દેખાવવા લાગે છે. નિપ્પલની શેપ દેખાવવા પર મહિલાઓને ઘણી વખત શરમ અનુભવવી પડે છે. ટીશર્ટ અને ટોપ પહેરતા સમયે તમારા પણ નિપ્પલ ના શેપ દેખાય છે તો તમે પેડેડ બ્રા પહેરવી જોઇએ. પેડેડ બ્રા પહેરવાથી નિપ્પલ શેપ દેખાવવાની સમસ્યા દૂર થઇ જાય છે.
પેડેડ બ્રાના ફાયદા
પેડેડ બ્રાનો ઉપયોગ ખાસ કરીને ઓછી બ્રેસ્ટ સાઇઝ વાળી મહિલાઓ કરે છે. જે મહિલાઓની બ્રેસ્ટ સાઇઝ ઓછી હોય છે જે ડબલ પેડેડ બ્રા પહેરે છે જ્યારે મહિલાઓની બ્રેસ્ટ સાઇઝ વધારે હોય છે ત્યારે સિમ્પલ પેડેડ બ્રા પહેરે છે તેનાથી વધારે બ્રેસ્ટ સાઇઝ વાળી મહિલાઓને સારો શેપ મળે છે.