અમદાવાદઃ લોકડાઉન 4.0 શરુ થતાની સાથે જ સરકાર દ્વારા ધંધા – રોજગાર તેમજ પરીબહેન અંગે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ છૂટછાટ માટે પણ ઝોન નક્કી કરાયા છે. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને નોનકન્ટેઈનમેન્ટ ઝોનનો સમાવેશ થાય છે. જે મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનમાં છૂટછાટ આપવામાં આવી છે અને નોનકન્ટેઈનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો યથાવત રહેશે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના પોક્સિટિવ કેસોને ધ્યાનમાં લઈને તેમજ સ્થાનિક પરિસ્થિતિને જોતા આજે (20 મે) મુખ્ય અધિક સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તાર એટલે કે સાબરમતી નદીના પૂર્વ વિસ્તાર સહિત તમામ ઉત્પાદન પ્રવૃતિને છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ છૂટ રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર અને સુદનાઓને આધીન રહેશે. તે મુજબ હવે પશ્ચિમ ઉપરાંત પૂર્વ વિસ્તારોમાં પણ ઉત્પાદનની છૂટ આપવામાં આવી છે. પરંતુ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારોમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાય તમામ પ્રતિબંધો યથાવત રહેશે.
આ સાથે જ હવે અમદાવાદ પૂર્વ વિસ્તારમા કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન હવે સામાન્ય થશે. ઇલેક્ટ્રિક , ગેરેજ , ચશ્માં સહિત ના ધંધા – રોજગાર ઉદ્યોગ ફરી ધમધમતા થશે. સોશિયલ ડિસ્ટનસિંગના નિયમ સાથે જનજીવન સામાન્ય થશે.
નોંધણીય છે કે, અમદવાદના કન્ટેઈનમેન્ટ ઝોનમાં દરિયાપુર, શાહપુર, ખાડિયા, અસારવા, દાણીલિબડા, જમાલપુર, બહેરામપુરા, ગોમતીપુર મણિનગર, સરસપુર, ગુલબાઈ ટેકરાનો સમાવેશ થાય છે.