સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી મલસ્કેના સમયે સ્ટેટ વિજિલન્સ ની ટીમે વોચ ગોઠવી બુટલેગરોને મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે…..સ્ટેટ વિઝીલન્સના દરોડા દરમ્યાન રેલવે પોલીસ પણ ઉંઘતી ઝડપાઇ છે…..સ્ટેટ વિજિલન્સ દ્વારા દોઢ લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે લઈ બંને આરોપીઓને સુરત રેલવે પોલીસના હવાલે કરવામાં આવ્યા છે …જ્યા આગળની તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે….તો ચાલતી ચર્ચા પ્રમાણે દારૂની આ હેરાફેરી માં રેલવેના એક પોલીસ કર્મચારીની ભાગબટાઈ પણ હોવાનું જાણવા મળે છે….જે તપાસનો વિષય છે….
રાજ્ય સરકાર એક તરફ દારૂબંધીની વાતો કરે છે ,ત્યારે આ વાતો તદ્દન પાગળી પુરવાર થઈ રહી છે …કારણ કે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે હવે રેલવેનો માર્ગ અપનાવ્યો છે…સ્ટેટ વિઝીલનસે મળેલ માહિતીના આધારે મલસ્કેના ત્રણ વાગ્યે ઉધના રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી….જે દરમ્યાન સ્ટેશન પર આવી પોહચેલી ટ્રેનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરી રહ્યો હતો…તે જ સમયે સ્ટેટ વિજિલન્સ ની ટિમ ત્રાટકી હતી અને બે બુટલેગરોને લાખોના વિદેશી દારૂ સાથે ઝડપી પડયા હતા….આ સાથે જે ઓટો રીક્ષામાં વિદેશી દારૂ લઈ જવાય રહ્યો હતો ,તે ઓટો રીક્ષા પણ કબ્જે લેવામાં આવી છે..પરંતુ એક વાત અહીં ચોક્કસ સામે આવી છે કે રેલવે પોલીસની નાક નીચે જ આટલી મોટી દારૂની હેરાફેરી થઈ રહી છે. ..જે દારૂબંધીની વાતોની છે.