વૈશાખી અમાસ એટલે શનિ અમાસ અથવા શનૈશ્ચર જયંતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શનિદેવની જન્મ જયંતિ નાં દિવસે શનિ દેવ ની અસીમ કૃપા મેળવવા માટે આમ તો શનિ મંદિરમાં ઘણી બધી ભીડ ઉમટી પડે છે પરંતુ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી નાં સંદર્ભ માં લોકડાઉન નું ચોથું ચરણ ચાલી રહ્યું છે ત્યારે ધાર્મિક સ્થળો તથા ધાર્મિક ઉજવણી પ૨ બ્રેક લાગી ગઈ હોવાથી લોકો શનિ જયંતિ પોતાના ઘે૨ ૨હીને જાપ, પૂજાપાઠ સાથે યજ્ઞ કરી રહ્યા છે ત્યારે મંદિરો ને દર્શન માટે ખુલ્લું રાખવા ની છુટ મળી નથી ત્યારે મંદિર નાં પુજારી એ ભીતર પુંજા કરી અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટે શનિ દેવ ની અભિષેક, શણગાર પુજન નાં ભક્તો ને ઓનલાઈન દર્શન કરાવ્યા સાથે સાથે બ્રાહ્મણો એ કોરોના વોરીયર્સ પોલીસ કર્મી, ડોક્ટર્સ, પેરા મેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પત્રકાર મિત્રો નું સ્વાસ્થ્ય સારું રહે તે માટે શનિ દેવ નાં જાપ અને પ્રાર્થના કરી
જ્યોતિષશાસ્ત્રમાં શનિ મહારાજને ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સારાં-ખોટાં કર્મોના ફળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાંથી રાહત મળે તે માટે હનુમાન ચાલીસાનું પઠન ઉત્તમ છે. આ સમયે સરસવના તેલનો દીવો કરીને ઘરના બધા જ સભ્યોએ સાથે મળી હનુમાન ચાલીસાનું પઠન કરવુ એ અતિ ઉત્તમ છે