રોડ-ટ્રીપ શબ્દ સાંભળતા જ અંદરથી એક અલગ ફિલિંગ આવવા લાગે છે. વ્હિકલ લઇને પોતાના મનગમતા ડેસ્ટિનેશન પર નીકળી પડવાનું અને દોસ્તો સાથે સફરનો આનંદ લેવાનો. અને તેમાં પણ ટુ-વ્હીલર પર રોડ-ટ્રીપની મજા જ કંઇક અલગ છે. પરંતુ, જો તમે અમુક બાબતોનું ધ્યાન ન રાખો, તો આ મજામાં ભંગ પડી શકે છે. માટે રોડ-ટ્રીપ વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
- ટ્રીપ માટેનો પરફેક્ટ ટાઇમ સિલેક્ટ કરો. ગરમીની મોસમમાં રોડ-ટ્રીપ તમારી મજા બગાડી શકે છે
- પોર્ટેબલ ચાર્જર હંમેશા તમારી સાથે રાખો, જેથી રસ્તામાં તકલીફ ન પડે.
- પેકિંગ કરવામાં ધ્યાન રાખો. શુઝ, જેકેટ, ટી-શર્ટ અને બીજો સામાન બરાબર પેક કરો.
- તમારા વ્હીકલને એકધારી સ્પીડમાં ચલાવવાનું રાખો.
- ટ્રીપ દરમિયાન વારંવાર બ્રેક ન લો. એક લાંબા અંતર બાદ થોડો લાંબો બ્રેક લઇ શકો છો.
- તમારા ગેજેટ્સને એરટાઇટ ઝીપ પાઉચમાં સિક્યોર રાખો.
- ટ્રાવેલિંગ દરમિયાન ખ્યાલ રાખો કે વ્હીકલમાં ટ્યુબલેસ ટાયર્સ હોય, જેથી પંચર પડે તો તમારી ટ્રીપ ન બગડે.