IPL 2026 પૂરી થતા જ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે ઐતિહાસિક સિરીઝ, જાણો આખું શિડ્યુલ!

3 Min Read

BCCIની મોટી જાહેરાત: IPL 2026 બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે પ્રથમ દ્વિપક્ષીય ODI શ્રેણી; જાણો સંપૂર્ણ શિડ્યુલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપતા અફઘાનિસ્તાનના ભારત પ્રવાસના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી છે. IPL 2026ની ધમાકેદાર સીઝન પૂર્ણ થયા બાદ, જૂન મહિનામાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ અને ત્રણ મેચોની ઐતિહાસિક વનડે (ODI) શ્રેણી રમશે. આ શ્રેણી એટલા માટે ખાસ છે કારણ કે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વનડે શ્રેણીનું આયોજન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ભારત અને અફઘાનિસ્તાન માત્ર એશિયા કપ કે ICC ટૂર્નામેન્ટમાં જ વનડે ફોર્મેટમાં આમને-સામને આવ્યા છે. બંને દેશો વચ્ચે ક્યારેય કોઈ સ્વતંત્ર વનડે શ્રેણી રમાઈ નથી. આ અગાઉ 2024માં અફઘાનિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો, પરંતુ ત્યારે માત્ર T20 શ્રેણી રમાઈ હતી. જૂન 2026માં રમાનારી આ શ્રેણી બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરશે.

Rohit Sharma 13

- Advertisement -

આ પ્રવાસની શરૂઆત લાલ બોલના ક્રિકેટથી થશે. શ્રેણીની એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી 10 જૂન દરમિયાન ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાશે. અફઘાનિસ્તાને તેની ટેસ્ટ સફરની શરૂઆત પણ ભારત સામે જ કરી હતી અને ફરી એકવાર તેમને ભારતીય ધરતી પર પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. આ મેચ સવારે 9:30 કલાકે શરૂ થશે.

BCCI દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, તમામ મેચો ભારતના અલગ-અલગ શહેરોમાં રમાશે:

- Advertisement -

મેચ તારીખ સ્થળ સમય (IST)

એકમાત્ર ટેસ્ટ 6 – 10 જૂન, 2026 ન્યૂ ચંદીગઢ સવારે 09:30

પહેલી ODI 14 જૂન, 2026 ધર્મશાલા બપોરે 01:30

- Advertisement -

બીજી ODI 17 જૂન, 2026 લખનૌ બપોરે 01:30

ત્રીજી ODI 20 જૂન, 2026 ચેન્નાઈ બપોરે 01:30

આ શ્રેણીની સૌથી ચર્ચાસ્પદ બાબત એ છે કે ભારતના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે શ્રેણી દ્વારા ફરીથી એક્શનમાં જોવા મળી શકે છે. નોંધનીય છે કે આ બંને દિગ્ગજોએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. IPLની વ્યસ્તતા બાદ આ સિનિયર ખેલાડીઓની હાજરી ટીમ ઈન્ડિયાના મનોબળને વધારશે.

ind vs afg head to head 1718785222

નવા કોચના માર્ગદર્શન હેઠળ અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનની ટીમ આ પ્રવાસમાં નવા મુખ્ય કોચ રિચાર્ડ પાયબસના માર્ગદર્શન હેઠળ મેદાનમાં ઉતરશે. જોનાથન ટ્રોટના વિદાય બાદ પાયબસે જવાબદારી સંભાળી છે. રાશિદ ખાન, રહેમાનુલ્લા ગુરબાઝ અને મોહમ્મદ નબી જેવા સ્ટાર ખેલાડીઓથી સજ્જ અફઘાનિસ્તાન ટીમ ભારતીય પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છે, કારણ કે તેમના ઘણા ખેલાડીઓ IPLમાં રમે છે.

Share This Article