મુંબઈ : ટીવી અભિનેતા અર્જુન બિજલાનીની બિલ્ડિંગ ગ્રીન એકર્સ 14 દિવસ માટે સીલ કરવામાં આવી છે. ખરેખર, આ બિલ્ડિંગના પહેલા માળે કામ કરતો હેલ્પર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અર્જુન આ મકાનના છઠ્ઠા માળે તેની પત્ની નેહા સ્વામી અને પુત્ર અયાન બિજલાની સાથે રહે છે.
અર્જુન બિજલાનીએ કહ્યું કે, આ બનાવ પહેલા માળે બન્યો હતો. આ ફ્લોર પર ડોક્ટર્સનો પરિવાર રહે છે અને હું છઠ્ઠા માળે રહું છું. હું ચિંતિત છું પણ મારે તે વિશે વધુ વિચારવું નથી. હું ફક્ત તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું કે આ એક સામાન્ય લોકડાઉન દિવસ જ છે અને હું મારા હૃદય અને મગજમાં સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.