સુરત:
ગેરકાયદે બાંધકામ કરવામાં વસીમ,
સંજય અને વિજય ની ત્રિપુટી માહેર…
– ઝોનના અધિકારીઓ દ્વારા ડીમોલિશનના
નામે ઉતારાઈ વેઠ ?
મનપા ના કમિશનર ને તેમના જ અધિકારીઓ ઉંધા ચશમાં પહેરાવતા હોવાની વાત સામે આવી છે.ઉધના વિસ્તારમાં બિલ્ડરોની સાંઠગાંઠ થી ગેરકાયદે બાંધકામોને છુટ્ટો દૌર આપવામાં આવી રહ્યો છે.અગાઉ ડિમોલીશન થઈ ચૂકેલા બાંધકામ ને ફરી ઉભું કરી દેવાતા શહેરી વિકાસ ખાતાના અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.
ઉધના વિસ્તારમાં સંજય ,વસીમ સહિત વિજય નામની ત્રિપુટી છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામ કરવામાં ચર્ચામાં રહેલા છે.ઉધના ઝોન શહેરી વિકાસ ખાતાના કેટલાક ખાઈ બદેલા અધિકારીઓના મેળાપીપળામાં જ આ ત્રિપુટી ગેરકાયદે બાંધકામ કરવામાં ફાટીને ધુમાડે ગયા છે.છતાં આ બેલગામ બિલ્ડરો પોતાના મનફાવે તેમ એક બાદ એક ગેરકાયદે બાંધકામ ઉભા કરતા હોવાની ચર્ચા હાલ ઉઠી છે. ઉધના દાગીના નગરમાં સંજય તો ઉધના હારીનગર ખાતે વસિમે ગેરકાયદે બાંધકામ ઉભું કરી દીધું છે.વસીમ નામના બિલ્ડર દ્વારા ઉભા કરાયેલ બાંધકામ પર અગાઉ પણ મનપાના હથોડા ઝીકાય ચુક્યા છે.. પરંતુ અધિકારીઓની સાંઠગાંઠ માં આ બાંધકામ ફરી ઉભું કરી દેવાયું છે.સ્થાનિક લોકોના ઉગ્ર રોષ બાદ ઉધના ઝોન દ્વારા આ બાંધકામ નું મહિના અગાઉ ડિમોલીશન કરવામાં આવ્યું હતું..
સંજય અને વિજય નામની જોડી પણ ગેરકાયદે બાંધકામ કરવામાં પાછા પાણી નથી થતા….ઉધના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આ બંનેની જોડીએ ગેરકાયદે બાંધકામ કરવામાં અન્ય બિલ્ડરોના પણ રેકોર્ડ તોડયા હોવાની વાત જાણવા મળે છે.સ્થાનિક કોર્પોરેટર અને ઉધના ઝોનના કેટલાક અધીકારીઓની સાંઠગાંઠ માં બંનેની જોડી ગેરકાયદે બાંધકામ કરવામાં અવ્વલ નામે ચર્ચાઈ રહી છે…સંજય નામના બિલ્ડર દ્વારા ઉધના દાગીના નગર સહિત અન્ય ઠેકાનાઓ પર બેરોકટોક ગેરકાયદે બાંધકામ તાણી દેવાયા છે.દાગીના નગર ના પ્લોટ દસ પર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ ઠોકી દેવાયા છે.એટલું જ નહીં પાર્કિંગ ની જગ્યામાં જ વધુ એક ફ્લેટ તાણી દેવાયો છે.જે મનપા ના નીતિ નિયમોને નેવે મૂકી કરવામાં આવ્યું છે. ..સંજય બીલ્ડર પર જાને મનપા અધિકારીઓના છુપા આશીર્વાદ હોય તેમ મનફાવે તે રીતે બાંધકામ કરવામાં આવી રહયા છે.જો કે આ ત્રિપુટીઓ ના બાંધકામ પર ડીમોલિશનના હથોડા ઝીકાશે કે કેમ તે સવાલનો જવાબ તો સુરત મનપાના કમિશનર જ આપી શકે તેમ છે.બીજી તરફ ઉધના વિસ્તારમાં મનપા કમિશનર આ ત્રિપુટીના બાંધકામોની તપાસ કરાવે તો કેટલાક અધિકારીઓ સહિત સ્થાનિક કોર્પોરેટર ના મોઢા પણ સિવાય જાય એમ છે.
જો કે આગામી દિવસોમાં સત્ય ડે ન્યુઝ પેપર દ્વારા ગેરકાયદે બાંધકામ કરનારા અન્ય બિલ્ડરોના ચહેરા પણ બેનકાબ કરવામાં આવશે.