નવી દિલ્હી: કોવિડ -19 દર્દીઓની સારવાર માટે પ્રસ્તાવિત હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને એઝિથ્રોમાઈસીન એક સાથે લેવાથી જીવલેણ નીવડી શકે છે અને આ સંયોજનથી રક્તવાહિની તંત્ર પર ગંભીર અસરો થઈ શકે છે. એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે. યુ.એસ.ની વન્ડરબિલ્ટ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ડેટાબેઝનો અભ્યાસ કર્યો, જેમાં ડ્રગના વિપરીત અસરો અંગેના 2.1 કરોડ કેસ રિપોર્ટ્સ હતા. આ અહેવાલોમાં 14 નવેમ્બર 1967 અને 1 માર્ચ 2020 વચ્ચેના 130 દેશોના સારવારના અહેવાલો શામેલ છે. સંશોધન દ્વારા હાઇડ્રોક્સિક્લોરોક્વિન, એઝિથ્રોમાઈસીન અથવા બંને લીધેલા દર્દીઓ પર દવાઓનાં વિપરીત અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને એઝિથ્રોમાઈસીનને એકલા અથવા સાથે લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેઓએ અહેવાલ આપ્યો છે કે મુખ્યત્વે એઝિથ્રોમાઇસીન પરંતુ હાઈડ્રોક્સાઇક્લોરોક્વિનના વપરાશમાં પણ હૃદય દરમાં ફેરફાર જેવા જીવલેણ અસરો જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, બંનેના સેવનથી વધુ ગંભીર અસરો જોવા મળી હતી. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, કેટલાક મહિનાઓથી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું સેવન કરવાથી જીવલેણ હાર્ટ એટેકની અસર પણ જોવા મળી છે. આ અધ્યાય જર્નલ સર્ક્યુલેશનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.