નવી દિલ્હી : યુરોપમાં રીઅલમી X3 સુપરઝૂમ સ્માર્ટફોન (Realme X3 SuperZoom) લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન બે કલર ઓપ્શન અને બે રેમ / સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર, ડ્યુઅલ ફ્રન્ટ કેમેરો, અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. ઉપરાંત, તેમાં 60x ઝૂમ સપોર્ટ સાથે પેરિસ્કોપ કેમેરો છે.
Realme X3 SuperZoomની કિંમત 12GB + 256GB વેરિએન્ટ માટે EUR 499 (લગભગ 43,300 રૂપિયા) રાખવામાં આવી છે. જોકે, 8 જીબી + 128 જીબી વેરિએન્ટની કિંમત અત્યારે જાહેર કરવામાં આવી નથી. આ ફોન આર્કટિક વ્હાઇટ અને ગ્લેશિયર બ્લુ કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે 26 મેથી રીયલમી યુરોપ સાઇટ પર પ્રીબુકિંગ માટે ઉપલબ્ધ કરાયો છે. હાલમાં કંપનીએ ભારતમાં તેની લોન્ચિંગ તારીખ વિશે કંઇ કહ્યું નથી.
Realme X3 SuperZoomના સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 બેસ્ડ રીઅલમી UI પર ચાલે છે અને તેમાં 6.6-ઇંચની ફુલ-એચડી + (1,080×2,400 પિક્સેલ્સ) એલસીડી ડિસ્પ્લે છે જેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે. તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર છે, જેમાં 12 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ, યુએફએસ 3.1 સુધી 256 જીબી અને એડ્રેનો 640 જીપીયુ છે.