ગાંધીનગર, 28 મે 2020
અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમની બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે પણ બસ બંધ છે. આમ આર્થિક પાટનગર અને રાજકીય પાટનગરની બસ સેવા બંધ છે. આખા રાજ્યથી અલગ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જનજીવન પૂર્વવત કરવા 19 મે 2020થી લૉકડાઉન-4માં સરકારે છૂટછાટ આપી છે. રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહનની સરળતા માટે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વધુ એસ.ટી. નિગમનેની બસો મોકલવા નક્કી કરાયું છે.
20 મેથી 26મે દરમ્યાન છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં 263129 મુસાફરો માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવીને સરકારી નિગમની બસમાં મુસાફરી કરી છે.
20 મે 2020ના રોજ 23069 લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો હતો. 21મી મેના રોજ 25023 લોકોએ મુસાફરી કરી હતી. 22 મેના રોજ 34825 મુસાફરોએ મુસાફરી કરી હતી. 23 મેના રોજ 40818 લોકોએ, 24 મે ના રોજ 35064 લોકોએ, 25 મેના રોજ 45825 લોકોએ અને 26 મેના રોજ 58505 લોકો મળી કુલ 263129 મુસાફરો એસ.ટી બસમાં ગયા હતા. .
મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે. 30 મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના 60 ટકા મુસાફરો સાથે બસ ઉપડે છે. બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.
માસ્ક પહેરેલ હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવે છે. બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવામાં આવે છે.
રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી જાહેર કરી છે.