એમ્બ્યુલન્સ 108 થી રેફર કરવામાં આવેલી બાળકીનું ગ્વાલિયર પહોંચતા પહેલા જ મોત થઈ ગયું છે તેને નિમોનિયા અને હાર્ટમાં મુશ્કેલી હતી તેને ગુનાની જિલ્લા હોસ્પિટલમાંથી મંગળવારે સાંજે ગ્વાલિયર રીફર કરવામાં આવી હતી. જો કે 35 કિલોમીટર દૂર મ્યાના સુધી પહોંચતા-પહોંચતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખત્મ થઈ ગયો જ્યારે બીજી ગાડીમાં આવેલી બાળકીએ તડપી-તડપીને માતાના ખોળામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા.
અસંવેદનશીલતાની હદ ત્યારે થઈ ગઈ જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવેર શબને જ ઓક્સિજન લગાવીને શિવપુરી લઈ ગયો. મૃત્યુ પામેલી બાળકીના પિતાનું કહેવું છે કે શિવપુરીમાં અમે અમારી 2 મહિનાની બાળકીના શબને લઈને આમતેમ ભટકતા રહ્યાં, જો કે કોઈ આ અંગે ધ્યાન ન આપ્યું અમને પરત ગુના આવવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ન હતું.