પારડી શહેરમાં ગતરોજ ગુરુવાર ના ધોળે દિવસે બપોર ના સમયે એક બિલ્ડીંગ વિમલા એપાર્ટમેન્ટ ના ચોથા માળે બંધ ફ્લેટના તાળા તૂટ્યા હતા જેમાં તસ્કરો એ સોનાના દાગીના અને રોકડ રૂ. 45 હજાર મત્તા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
પારડી ભીલાડવાળા બેન્ક ના પાછળ જુના પોસ્ટ ઓફિસ ના સામે આવેલ વિમલા એપાર્ટમેન્ટ ના ચોથા માળે બંધ ફ્લેટના તાળા તૂટ્યા હતા જેમાં તસ્કરો એ સોનાના દાગીના અને રોકડ રૂ. 45 હજાર મત્તા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ગુરુવાર ના બપોરે 2 થી 3 ના સમય ગાળા દરમ્યાન એક બિલ્ડીંગ ના તાળા તૂટ્યા હતા જેમાં તસ્કરો એ ચોથા માળે રહેતા પ્રિતેશ કિશોરભાઈ રાણા અને અન્ય સભ્ય કામ અર્થે ફ્લેટ બંધ કરી ભાર ગયા હતા. ફ્લેટ ના દરવાજા નો નકોચો તોડી ફ્લેટની અંદર ગયા હતા. કબાટો તોડી અંદર મુકેલ માલસામાન વેર વિખેર ચોરટાઓએ કરી મુકેલ હતું અને ચેક કરતાં કબાટમાં મુકેલ સોનાની બે વીંટી રૂ. 7 હજાર રોકડા તેમજ નાના બાળક નો ગલ્લો એક રૂ. 5 થી 6 હજાર, એક સોનાની બુટ્ટી, એક પેન્ડલ, અને મોબાઈલ રૂ. 5 હજારનો મળી આશરે 40 થી 45 હજારની ચોરી થયા હોવાની ફરિયાદી એ જણાવ્યું હતું. ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાવી હતી આમ પારડીમાં ચોરી નો સિલસિલો રોજના યથાવત રહ્યો છે.