ગાંધીનગર વસંતોત્સવે જયપુરની બ્લુ પોટરીને આપ્યો અનોખો પ્રેમ, રાકેશ ગુજ્જરના સ્ટોલ પર ઉમટ્યો જનમેળો

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ઝીરો સ્ટોલ ચાર્જથી હસ્તકલા કલાકારોને પ્રોત્સાહન, બ્લુ પોટરીના અણમોલ ખજાનાએ લોકો મંત્રમુગ્ધ કર્યા

ગાંધીનગરના આંગણે યોજાયેલા વસંતોત્સવમાં જયપુરની વિશ્વપ્રસિદ્ધ ‘બ્લુ પોટરી’એ ભારે આકર્ષણ જમાવ્યું છે. જયપુરના કુશળ કલાકાર રાકેશ ગુજ્જર આ ઉત્સવમાં હસ્તકલાનો અણમોલ ખજાનો લઈને આવ્યા છે. માટી અને કુદરતી રંગોના મિશ્રણથી બનેલી આ કલામાં પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ જોવા મળે છે. બ્લુ પોટરીની સુંદરતા મુલાકાતીઓને એક નજરે જ મોહી લે છે, જેના કારણે રાકેશભાઈના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

પર્શિયાથી જયપુર સુધીની ઐતિહાસિક સફર અને બનાવટ

રાકેશભાઈએ મુલાકાતીઓને આ કલાના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે બ્લુ પોટરી મૂળ પર્શિયા (ઈરાન) થી ભારત આવી હતી અને તેને સાચું પ્રોત્સાહન ૧૯મી સદીમાં જયપુરના મહારાજા રામસિંહ બીજાએ આપ્યું હતું. આ પોટરી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. જેમાં કાચ, માર્બલ પાવડર, મુલતાની માટી અને ગુંદરના મિશ્રણમાંથી લોટ તૈયાર કરી તેને બીબામાં ઢાળવામાં આવે છે. ત્યારબાદ ખિસકોલીના વાળમાંથી બનેલા બ્રશ વડે તેના પર ઝીણવટભર્યું ચિત્રકામ કરી તેને ૮૦૦ થી ૮૫૦ ડિગ્રી તાપમાને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે.

Gandhinagar Vasantotsav Jaipur Blue Pottery Rakesh Gujjar 2026 2.jpeg

- Advertisement -

કુદરતી રંગો અને રાજવી ચીજવસ્તુઓનો સંગ્રહ

વસંતોત્સવમાં રાકેશભાઈના સ્ટોલ પર બ્લુ પોટરીની ઝીણી કોતરણીવાળી સૂરજમુખી ફૂલદાની, જયપુરી શૈલીની ટાઈલ્સ, આલિશાન ટી-સેટ અને અત્તરની શીશીઓ જેવી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વસ્તુઓની ખાસિયત એ છે કે તેમાં કોબાલ્ટ ઓક્સાઈડથી વાદળી અને કોપર ઓક્સાઈડથી લીલો રંગ પૂરવામાં આવે છે, જે ક્યારેય ઝાંખો પડતો નથી. આ કલા માત્ર સુશોભન નથી, પણ પથ્થર અને કુદરતી રંગોનો જીવંત સંગમ છે જે પેઢીઓ સુધી અકબંધ રહે છે.

Gandhinagar Vasantotsav Jaipur Blue Pottery Rakesh Gujjar 2026 1.jpeg

- Advertisement -

ગુજરાત સરકારનો સહયોગ અને કલાકારોને પ્રોત્સાહન

રાકેશભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમને સ્ટોલ માટે કોઈ પણ ભાડું લીધા વગર મફત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત રહેવા-જમવાની સુવિધા અને ‘ઝીરો સ્ટોર ચાર્જ’ના નિર્ણયને કારણે તેઓ પોતાની કળાનું સાચું મૂલ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શક્યા છે. વસંતોત્સવ દરમિયાન તેમનો મોટાભાગનો સામાન વેચાઈ ગયો છે. ગુજરાતની મહેમાનગતિ અને સરકારના સહયોગ બદલ તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.