ગુજરાતી ફિલ્મ જગત પર લાંછન લગાવતો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે એક ફિલ્મ નિર્માતાએ તો હદ કરી નાખી, તેની ફિલ્મમાં એક બાળ કલાકારને કામ આપવા અને જોરદાર હિરોઇન બનાવી લાઇફ સુધારી નાખવા માટે, બાળ કલાકારની માતા પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેથી આ અંગે મહિલા અને તેમની સગીર વયની પુત્રી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનરને લિખિત અરજી કરી સમગ્ર મામલા અંગે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.
શહેરની 14 વર્ષીય બાળ કલાકાર કંગના (નામ બદલેલું છે) છેલ્લા 4 વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરી છે. જેથી અનેક ફિલ્મ પ્રોડ્યુસર પણ તેને ઓળખે છે, તેવામાં દિલીપ પરમાર નામના શખ્સે કંગનાનો મોબાઇલ નંબર મેળવી તેની સાથે વોટ્સઅપના માધ્યમથી તેની વાત કરી ગુજરાતી ફિલ્મ તારા વિના પ્રિત અધુરીમાં કામ અપવા માટે જણાવ્યું હતું અને તેની માટે દિલીપે કંગનાના ફોટા પણ મંગાવ્યાં હતા. ત્યારબાદ દિલીપે, કંગનાને કહ્યું કે તું મારા મામા અશ્વિન સોલંકીનો સંપર્ક કરી લે તેઓ ફિલ્મનું પ્રોડ્કશન અને મેનેજમેન્ટ કરે છે. જેથી કંગના અને તેની માતાએ અશ્વિન સોલંકીનો સંપર્ક કરતા ઓડીશન માટે અમાદાવાદ બોલાવ્યા હતા.
જ્યાં કાંકરિયા તળાવ નજીક ઓડીશન પુર્ણ થયા બાદ કંગનાને ફિલ્મમાં કામ આપવા માટે એક શરત મુકવામાં આવી, જેમાં તેની માતાને અશ્વિન સોલંકીએ શરત મુકતા કહ્યું કે ફિલ્મમાં કંગનાને સારો રોલ આપીશું અને જોરદાર હિરોઇન બનાવી દઇશ પણ એના બદલામાં તમારે મારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે (શારીરીક સુખ માણવું), આ સાંભળતા જ કંગના અને તેની માતા ઉશકેરાઇ ગયા અને ભારે બોલા ચાલી પણ થઇ હતી. જ્યાં એકા એક અશ્વિન સોલંકીએ કહ્યું કે આ એક સારો ચાન્સ છે, બધી જ હિરોઇન કોમ્પ્રોમાઇઝ કરીને જ આગળ વધેલી છે. કોમ્પ્રોમાઇઝ નહીં કરો તો ઇન્ડસ્ટ્રીમાં કસે કામ નહીં કરવા દઉં મારું નેટવર્ક ખૂબ મોટું છે.
જેથી હતાશ થયેલી કંગના અને તેની માતાએ આખરે પોલીસનો દરવજો ખખડાવ્યો છે. આજે શુક્રવારે વિસ્તારના સ્થનિક પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ઉપરોક્ત શખ્સો વિરુધ કાયદાકીય પગલા લેવા માટે માંગણી કરી છે.