નવી દિલ્હી : લોકડાઉન 4.0 આવતીકાલે 31 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે સરકારે લોકડાઉન 5.0ની ગાઇડલાઇનની જાહેરાત કરી છે. લોકડાઉનનો આ પાંચમો તબક્કો 1 જૂનથી 30 જૂન દરમિયાન રહેશે. આ સાથે જ સરકારે લોકડાઉનના આ તબક્કામાં સરકારે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જોકે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. લોક ડાઉન – 5ને અનલૉક 1 નામ અપાયું છે.
1 જૂનથી 30 જૂન દરમિયાન રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે, પરંતુ રાત્રી કર્ફ્યુ સાંજના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ શરતો સાથે ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. 8 જૂન બાદ ધાર્મિક સ્થળો ખોલી શકાશે. આ સાથે જ શોપિંગ મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટ પણ ખાલી શકાશે.
જુલાઈમાં શાળા – કોલેજો ખોલવા અંગેનો નિર્ણય જે તે રાજ્યો સરકારોને કરવાનો રહેશે.
નોંધનીય છે કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે મંજૂરી લેવી પડતી હતીમ જે મંજૂરી હવે લેવાની રહેશે નહીં. આ સાથે જ આ દરેક છૂટછાટ દરમિયાન સામાજિક અંતર અને માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે.