ચેમ્પિયન્સ ટ્રોફી ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ના મુકાબલા માં અહીં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી ને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ સારું થઇ તેના થોડા સમય માં જ વરસાદ પાડવાનો ચાલુ થઇ ગયો હતો. જેના કારણે મેચ 46 ઓવરની જ રખાઈ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 45 ઓવર માં જ 291 રન પર ઓલ આઉટ થઇ ગયું હતું. ન્યૂઝીલેન્ડ ની પેહલી વિકેટ 40 રન પર જ ગુપ્ટિલ ના રૂપ માં પડી ગઈ હતી. પરંતુ પછી ન્યૂઝીલેન્ડ ના કેપ્ટન રમત માં આવીને ન્યૂઝીલેન્ડ ની પારી ને આગળ ધપાવી હતી. કેન વિલિયમસને લુક રોન્ચી સાથે મળી ને 77 રન ની પાર્ટનરશીપ નોંધાવી હતી. ત્યારબાદ 117 રન ના સ્કોરે રોન્ચી પણ આઉટ થઇ ગયો હતો પરંતુ ન્યૂઝીલેન્ડ ના કાપ્તાને હાર માની ના હતી. તેને રોઝ ટેયલર સાથે મળી ને 100 રન ની ભાગીદારી નોંધાવી ને ન્યૂઝીલેન્ડ ને એક સમ્માન જનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફ થી કેન વિલિયમસને સદી નોંધાવી હતી. તેને 148 બોલ માં 100 રન 8 ચોકા અને 3 છકા લગાવ્યા હતા આ ઉપરાંત લુક રોન્ચી અને ટેયલરે 65 અને 46 રન નોંધાવ્યા હતા. આ શિવાય ન્યૂઝીલેન્ડ નો કોઈ પણ બલ્લેબાજ ચાલ્યો ના હતો. જયારે જોશ હેઝલવૂડ ઑસ્ટ્રેલિયા તરફ થી સૌથી સફળ ગેંદબાજ રહ્યો હતો તેને પોતાના 9 ઓવર માં 52 રન આપીને 6 વિકેટ લીધી હતી. અને ઑસ્ટ્રેલિયા ને 46 ઓવર માં 292 રન નો લક્ષયાંક આપ્યો હતો.
292 રન નો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયા ની ટીમે 27 રન ના સ્કોરે જ ડેવિડ વોર્નર ની વિકેટ આપી દીધી હતી. જયારે 35 રન ના સ્કોરે ફિન્ચ અને 53 રન ના સ્કોરે હૅનરીકઝ પણ આઉટ થઇ ગયો હતો જયારે કેપ્ટન સ્મિથે બીજો છોર પકડી રાખ્યો હતો. જો કે ત્યારે મેચ માં ફરી એક વાર વરસાદ પડતા મેચ વિના પરિણામે જ પુરી કરી દેવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ તરફ થી મિલને એ 2 ઓવર માં 9 રન આપીને 2 વિકેટ લીધી હતી અને બોલ્ટ બોલ્ટે 4 ઓવર માં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મેચ પરિણામ ના આવતા આખરે બને ટીમો ને 1-1 પોઇન્ટ સાથે સંતુષ્ટ માનવો પડ્યો હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.