કેન્દ્રની મોદી સરકારની ત્રણ વર્ષની સિદ્ધિઓ લોકો સમક્ષ મુકવાના હેતુથી, કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડા એ બેંગલુરુના મલ્લેશ્વરમ ખાતે ‘મેકિંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા (MODI) ફેસ્ટીવલ ની શરૂઆત કરાવી હતી.
કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવતું એક બ્રોચર રીલીઝ કરતા સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે પોતાના 3 વર્ષના શાસનમાં કેન્દ્ર સરકાર દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓનો દેશવાસીઓ અનુભવ કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વ તેની નોંધ લઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો વચ્ચે જાય અને તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનું વર્ણન કરે. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરીને જુદી જુદી યોજનાઓ માટે લોકોના પ્રતિભાવો અને સૂચનો પણ લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું.