જો નાણાં મંત્રાલય દ્વારા ભલામણને સ્વીકારી લેવામાં આવશે તો ઓનલાઇન ટિકિટની ખરીદી પર યાત્રીને સર્વિસ ચાર્જ ચુકવવાની ફરજ પડી શકે છે. દરમિયાન જીએસટી લાગુ કરવામાં આવે છે તો એસી ક્લાસમાં યાત્રા કરનારને પહેલાની તુલનામાં અડધા ટકા વધારે ટેક્સ ચુકવવાની ફરજ પડશે. હાલમાં એસી ક્લાસમાં મુસાફરી કરનારને ૪.૫ ટકા ટેક્સ ચુકવવાની જરૃર પડે છે. જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ પાંચ ટકા સુધી થઇ જશે.
ઉલ્લેખનીય છે કે રેલવે બજેટમાં આ વખતે નાણાં પ્રધાન જેટલીએ કહ્યુ હતુ કે ઓનલાઇન રેલવે ટિકિટ પર સર્વિસ ચાર્જ દુર કરવાની તૈયારી છે. આ છુટછાટ કેટલીક અવધિ માટે દુર કરવામાં આવે છે કે પછી સમગ્ર વર્ષ માટે દુર કરવામાં આવે છે તે અંગે એ વખતે જાહેરાત કરી ન હતી. સેફ્ટીના નામ ઉપર રેલવે યાત્રા મોંઘી કરવાની વાત પહેલાથી જ સપાટી ઉપર આવી ચુકી છે. રેલવે યાત્રી ઉપર સેફ્ટી સેઝ લાગૂ કરવા ઉપર વિચારણા ચાલી રહી છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ પોતે કહી ચુક્યા છે કે, યાત્રીઓને રેલવે સેફ્ટી ફંડમાં યોગદાન આપવાની જરૃર છે. છેલ્લા બજેટમાં રેલવે સેફ્ટી માટે એક લાખ કરોડ રૃપિયાના રેલવે સેફ્ટી ફંડની જાહેરાત કરવામાં આવી હતી. આ રકમ પાંચ વર્ષ માટે આપવામાં આવી હતી. એટલે કે દર વર્ષે ૨૦૦૦૦ કરોડ રૃપિયાની રકમનો સમાવેશ થાયછે. આ ફંડમાંથી ૫૦૦૦ કરોડ રૃપિયા દર વર્ષે નાણામંત્રાલય આપશે. કેટલોક હિસ્સો સેન્ટ્રલ રોડ ફંડમાંથી આવશે. જ્યારે બાકીના ૫૦૦૦ કરોડ રૃપિયા રેલવેને એકત્રિત કરવા પડશે. આવી સ્થિતિમાં રેલવે સેફ્ટી સેઝ લાગૂ કરી શકે છે.