ન્યુ દિલ્હી : છેલ્લા ર૦ વર્ષથી ભારતમાં મોટરનું ઉત્પાદન કરતી જનરલ મોટર્સએ સંકલો કરી લેવાની ગયા મહિને કરેલી ઘોષણા બાદ હવે અન્ય વિદેશી મોટર ઉત્પાદક કંપનીઓ પણ ભારતમાંથી ઉચાવા ભરવાની વેતરણમાં છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ માર્કેટમાં કુલ વેચાણના માત્ર ૧ ટકાથી ૩ ટકા સુધીનું વેચાણ ધરાવતી આ કંપનીઓમાં ફોકસ વેગન, ફોર્ડ તથા સ્કોડાનો સમાવેશ થાય છે. જેમને જોઇતુ માર્કેટ નહીં મળવાથી બંધ થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.