યુવાનને છેતર્યા બાદ તેના માસીના પુત્રને છેતરવા જતા ઝડપાયા.. વેરાવળ થી બે મહિલાઓ સહિત પાંચની ધરપકડ
પોરબંદરઃ પોરબંદરના છાયા નવાપરામાં સ્વસ્તિક પાર્કમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા નીલેશ ગોપાલદાસ રૈયારેલા (ઉવ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ઉમર થઇ ગઈ હોવાથી જ્ઞાતિમાં લગ્ન ન થતા હોવાથી માળિયાહાટીના ગામે રહેતા અશરફ્ભાઈ નામનો શખ્સ લગ્ન કરાવી આપતો હોવાથી તેનો સંપર્ક કર્યો હતો.
આથી અશરફ્ભાઈએ તેને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી પરંતુ દોઢ લાખ રૂપિયા યુવતીના માવતરને આપવા પડશે તેવી શરત રાખી હતી આથી નીલેશે તે શરત મંજુર રાખતા અશરફ્ભાઈએ વિરમગામ રહેતા ડાયાભાઇ સાથે મોબાઈલમાં વાત કરવી હતી.
ત્યાં નીલેશને જે યુવતી પસંદ આવી હતી તે તનુ દિનેશભાઈ પટેલ પણ હાજર જ હતી જ્યાં બન્ને એક બીજાને પસંદ આવતા તા.૪-૩ના રોજ તેઓએ નોટરી હસ્તક લગ્ન નો કરાર કર્યો હતી અને ત્યારે નીલેશે અશોક દરજીને દોઢ લાખ તથા અશરફ્ને આઠ હજાર લગ્ન પેટે ચૂકવ્યા હતા.
લગ્નના ચાર દિવસ બાદ પોતાના કાકા ગુજરી ગયા હોવાનું જણાવી અને તનુ હિમતનગર ચાલી ગઈ હતી દરમિયાન વેરાવળ રહેતા માસીના પુત્ર સંદીપે તેને એવું જણાવ્યું હતું કે તેના લગ્નની વાતચીત ચાલે છે અને તેના માટે યુવતીના માવતર ને દોઢ લાખ રૂપિયા આપવાના છે.
જે સાંભળીને નીલેશને શંકા જતા સંદીપને તે યુવતીનો ફેટો મોકલવાનું જણાવતા સંદીપે તનુ પટેલનો ફેટો મોકલ્યો હતો જે જોઈને નીલેશ ચોંકી ઉઠયો હતો.