અમદાવાદ, તા.૪ : અમદાવાદ શહેરમાં જાહેર સ્થળોએ ગંદકી કરવાનું ભારે પડી શકે છે.આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે શહેરના ટાગોરહોલ ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરમાં સફાઈ જળવાઈ રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકવામાં આવનારા ઈ-ઓટોરિક્ષા પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરનો દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં ૧૪ મો ક્રમ આાવ્યા બાદ હવે અમદાવાદ શહેરને સ્વચ્છ શહેરોની યાદીમાં આગળ લાવવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ જ પ્રકારે ઈ-રિક્ષાનો એક વધુ નવો પ્રયોગ આવતીકાલથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં હવે પછી જાહેર સ્થળોએ ગંદકી કરનારા પાસેથી દંડ વસુલવાનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ પ્રોજેકટનો આવતીકાલે શહેરના ટાગોરહોલ ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આરંભ કરવામાં આવશે.આવતીકાલે બે ઈ-રિક્ષા કાર્યરત કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી ખાતે ગત વર્ષે ૧ લી મેના રોજ આ ઈ-રિક્ષા પ્રોજેકટનો આરંભ કરાવવામાં આવ્યો હતો.બાદમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા પણ આ પ્રોજેકટનો આરંભ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ પ્રોજેકટનો અમલ કરાવી શકાયો ન હતો.અમદાવાદ શહેરને સતત બીજા વર્ષે પણ મળેલા ૧૪ મા ક્રમ બાદ અમદાવાદ શહેરમાં સ્વચ્છતાના ધોરણમાં સુધારો કરવાના આશયથી આવતીકાલે બે રિક્ષાથી આ પ્રોજેકટનો આરંભ કરાવવામાં આવશે.આવનારા સમયમાં ૧૦૦ રિક્ષા વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવશે.જે જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી દંડની રકમ વસુલ કરશે.મ્યુનિસિપલ સૂત્રોના કહેવા અનુસાર,આ ઈ-રિક્ષાનો ઉપયોગ એએમટીએસ અને બીઆરટીએસ વચ્ચે ફીડર સર્વિસ તરીકે પણ ઉપયોગમાં લેવાની વિચારણા કરવામાં આવી રહી છે.આવતીકાલે મુખ્યમંત્રી અમદાવાદના લોકો ચોમાસાની મોસમમાં મોબાઈલ એપ દ્વારા પ્લાન્ટેશન મેળવી શકે એ માટેની એપ પણ લોન્ચ કરશે.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.