નવી દિલ્હી: વિશ્વ બેન્કના અનુમાન મુજબ 2017માં ભારતનો GDP ગ્રોથ 7.2% રહેશે, જે 2016માં 6.8% રહ્યો હતો. વિશ્વ બેન્કનું કહેવું છે કે ભારત નોટબંધીની વિપરીત પરિસ્થિતીમાંથી બહાર નીકળી રહ્યું છે.
વિશ્વ બેન્કે પોતાની વૈશ્વિક આર્થિક સંભાવનાઓ અંતર્ગત 2018માં ભારતનો વૃદ્ધિ દર 7.5 % અને 2019માં 7.7 % રહે તેવું અનુમાન લગાવ્યું છે.
આ સાથે જ ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધતો આર્થિક અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. જ્યારે ચીનનો ગ્રોથ 2017ના અનુમાન 6.5% પર ટકી રહ્યો છે. વળી 2018 અને 2019માં ચીનનો ગ્રોથ 6.3% રહે તેવી શક્યતા છે.