મુંબઈ : લોકડાઉન હવે ધીરે ધીરે હળવું કરવામાં આવી રહ્યું છે. ખાસ નિયમો અને માર્ગદર્શિકા સાથે ટીવી અને ફિલ્મ્સના શૂટિંગનો માર્ગ પણ ખોલવામાં આવ્યો છે. ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પણ વર્ક મોડમાં આવી છે. તેણી તેના કામ પર પાછા ફરવા માટે તૈયાર છે.
કામ્યા પંજાબી કામ પર પરત ફરી
કામ્યાએ ઇન્સ્ટા પર તેનો ફોટો શેર કરીને કામ પર પાછા ફરવાની માહિતી આપી છે. તસવીરમાં તે પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) કીટ અને માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં તેની પુત્રી પણ કામ્યા પંજાબી સાથે જોવા મળી રહી છે. કામ્યાએ કેપ્શનમાં લખ્યું છે- કામ બોલાવે છે. તેના ટીવી ઇન્ડસ્ટ્રીના મિત્રો કામ્યાને સેફ જર્ની સાથે મેસેજ કરી રહ્યાં છે.