ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વચ્ચે પ્રિ મોનસૂન એક્ટિવિટી પણ સક્રિય બની છે. જેને લઈને ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાથે-સાથે સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે પણ રાજ્યમાં વરસાદ પડશે. ગઈકાલે કચ્છમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં વીજળી પડવાથી માંડવીના મોટા આસંબીયા ખાતે એક માલધારીનું મોત નિપજ્યું છે.
માલધારીની સાથે તેના 11 જેટલા ઘેટા બકરાના પણ મોત થયા છે. કચ્છના મોટા આસંબીયા ખાતે વીજળી પડવાથી ઘેંટા બકરાને ચરાવવા નીકળેલા માલધારીનું મોત થયું છે. વરસાદથી બચવા પોતાના ઘેટા બકરા સાથે માલધારીએ ડેલામાં આશરે લીધો અને અને આ જ ડેલામાં વીજળી પડતા અંદર રહેલા ઘેટા બકરા સાથે પાલક પણ બળી ગયા હતા. મોડી રાત્રે શોધખોળ પછી ડેલામાં માલધારી મૃત હાલતમાં ભડથું થયેલા મળ્યા હતા.