મુંબઈ : લોકપ્રિય દંપતી આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાનાનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો ‘ખ્યાલ રખ્યા કર’ રિલીઝ થયો છે. ગીતમાં બંનેની જાદુઈ કેમિસ્ટ્રી જોવા મળી છે. કપલનું આ રોમેન્ટિક ગીત ચાહકોમાં વાયરલ થઈ રહ્યું છે.
નવા ગીતમાં આસીમ-હિમાંશીની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી
આ પંજાબી ટ્રેક પ્રીતિન્દરે ગાયું છે. લિરિક્સ બબ્બુના છે, સંગીત રજત નાગપાલે આપ્યું છે. આ ગીતનું નિર્દેશન ગુરિંદર બાવાએ કર્યું છે. આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાનાનું આ બીજું ગીત એક સાથે શૂટ થયું છે. આ પહેલા બંને નેહા કક્કરના ગીત ‘કલ્લા સોહણા’માં જોવા મળ્યા હતા. મ્યુઝિક વીડિયો ‘ખ્યાલ રખ્યા કર’ને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ગીત જુઓ અહીં…