નવી દિલ્હી : 9 જૂન, મંગળવારની રાતથી પાકિસ્તાનના કરાચી નજીકની સરહદ પર થોડી હલચલ ચાલી રહી છે. આકાશમાં લડાકુ વિમાનોનો અવાજ અને વિમાન સતત આગળ વધતા પાકિસ્તાનમાં ફરી એકવાર હંગામો મચ્યો છે. બુધવારે સવારે કરાચી ટ્વિટર પર ટોચનું ટ્રેન્ડ બની રહ્યું છે અને પાકિસ્તાનના લોકો ટ્વીટ કરી રહ્યા છે કે ભારતે રાત્રે ફરી એકવાર કંઈક મોટું કર્યું.
પાકિસ્તાનના ઘણા ટ્વિટર વપરાશકર્તાઓએ દાવો કર્યો હતો કે, કરાચીમાં મંગળવારે રાત્રે અંધારું થઈ ગયું હતું અને આકાશમાં ફક્ત ફાઇટર એરક્રાફ્ટ આગળ વધી રહ્યા હતા. લોકોએ લખ્યું કે, અમને રાત્રે એવું લાગ્યું કે ફરી એક વખત ભારતે બાલકોટ એરસ્ટ્રાઇક જેવું કંઇક કર્યું છે.
Extraordinary air activity on #Pak_India border has been observed. #Pakistan security forces are alert.
— Tariq Mahmood Malik (@TM_Journalist) June 9, 2020
કરાચીનો રહેવાસી હોવાનો દાવો કરનાર એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, મેં એરપોર્ટ પર જેટ વિમાનો જોયા છે, મને લાગે છે કે કરાચી ઉપર ઘણાં ફાઇટર એરક્રાફ્ટ ઉડી રહ્યા છે.
https://twitter.com/salmanzit/status/1270452975262208004
આ સિવાય પાકિસ્તાની પત્રકાર વજ ખાને પણ ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારત અને પાકિસ્તાનને શું થઈ રહ્યું છે તેનો ખુલાસો આપવો જોઇએ. કારણ કે કરાચી શહેરમાં ઘણી અફવાઓ ફેલાઇ રહી છે જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
https://twitter.com/SacchiSadhana/status/1270477649639469058
આટલું જ નહીં, કેટલાક લોકોએ વીડિયોને ટ્વીટ પણ કર્યા હતા, જોકે તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. નોંધપાત્ર વાત એ છે કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો અને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. મધ્યરાત્રિએ, પાકિસ્તાન એરફોર્સ કંઈ કરી શક્યું નહીં.
https://twitter.com/Atheist_Krishna/status/1270568017030594560
જ્યારે પાકિસ્તાનના લોકોએ આવી ટ્વીટ્સ કરી હતી, ત્યારે ભારતના ટ્વિટર યુઝર્સે પણ ખૂબ આનંદ માણ્યો હતો. અને ફરી એકવાર પાકિસ્તાનને એરસ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઈકની યાદ અપાવી.