મુંબઈ : ભલે સરકારે તાજેતર માં અનલોક 1 ની ઘોષણા કરી છે, પરંતુ કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ દેશમાં સતત વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં સૌથી વધુ કેસ છે. નવી માહિતી અનુસાર, બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાની બિલ્ડીંગમાં રહેતા એક વ્યક્તિને કોરોના ચેપ લાગ્યો છે.
10 જૂન, બુધવારે મોડી સાંજે, ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરાની ખાર વિસ્તારમાં બિલ્ડિંગને બીએમસીએ સીલ કરી દીધી હતી. બીએમસીએ બિલ્ડિંગમાં કોરોના ચેપગ્રસ્ત દર્દી હોવાનું જણાવી પુષ્ટિ કર્યા પછી બુધવારે મોડી રાત્રે મલાઇકા અરોરાના બિલ્ડીંગ તસ્કનીને સીલ કરી દીધી છે.