મુંબઈ : બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નં. 1 કોરોનાને કારણે અધ્ધરતાલ અટકી ગઈ છે. ફિલ્મના પોસ્ટર રજૂ કરાયા હતા અને કેટલાક પ્રોમો વીડિયો પણ શેર કરાયા હતા. પરંતુ નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કરતા પહેલા દેશમાં કોરોના ફેલાઈ ગયો અને ફિલ્મ ઉદ્યોગનું તમામ કામ કોલ્ડ સ્ટોરેજમાં ચાલ્યું ગયું.
અન્ય બધી અધૂરી અથવા સંપૂર્ણ રીતે શૂટ કરેલી ફિલ્મોની જેમ વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘કુલી નંબર વન’ ના રિલીઝની તારીખ પણ હાલમાં કહી શકાતી નથી. જો કે, એવું લાગે છે કે નિર્માતાઓએ વાર્તામાં કોરોના વળાંક મૂકવાનું નક્કી કર્યું છે. ઓછામાં ઓછું વરુણ ધવન દ્વારા બહાર પાડવામાં આવેલું નવું પોસ્ટર આ દિશામાં નિર્દેશ કરી રહ્યું છે. તમે પણ જુઓ પોસ્ટર….
https://twitter.com/Varun_dvn/status/1270989711457136640