નવી દિલ્હી,તા. ૭ : કેન્દ્રીય ચૂંટણી પંચે આજે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી હતી. ભારતના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ૧૭મી જુલાઈના દિવસે યોજાશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચૂંટણી જરૂર પડશે તો ૧૭મી જુલાઈના દિવસે થશે. મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઈના દિવસે હાથ ધરાશે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિની ચૂંટણીના કાર્યક્રમને લઇને રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી. કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા આક્રમક તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. ઉમેદવારોને લઇને કવાયતનો દોર જારી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.
* ૧૪મી જૂનના દિવસે જાહેરનામુ જારી થશે
* ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ ૨૮મી જૂન રહેશે
* ઉમેદવારીની ચકાસણીની તારીખ ૨૯મી જૂન રહેશે
* નામ પરત લેવા માટેની અંતિમ તારીખ પહેલી જુલાઈ રહેશે
* રાષ્ટ્રપતિની ચૂંટણી જરૂર પડશે તો મતદાન ૧૭મી જુલાઈએ થશે
* મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઈના દિવસે યોજવાનો નિર્ણય કરાયો
* રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી થશે